ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી
April 22, 2026
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર, હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22થી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે.
હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને આકરી ગરમીની સાથે અસહ્ય બફારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી, પરંતુ તાપમાનમાં વધુ વધારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાન ઊંચકાવવાના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે.
ખાસ કરીને આગામી ચૂંટણીના મતદાનના દિવસે ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આગાહી મુજબ, ૨૬મી તારીખે ચૂંટણીના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીને પાર પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં મતદાનના દિવસે મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી મતદાતાઓએ મતદાન કરવા જતી વખતે ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે.
Related Articles
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026