જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ
March 28, 2026
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી હતી. જોજિલા પાસ પાસે આવેલા ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે શ્રેણીબદ્ધ હિમસ્ખલન થવાને કારણે ભારે જાનહાનિના સમાચાર સામે આવ્યા છે.
શુક્રવારે બપોરના સમયે અચાનક થયેલા હિમસ્ખલનને કારણે હાઈવે પરથી પસાર થઈ રહેલા આશરે એક ડઝન જેટલા વાહનો બરફના થર નીચે દબાઈ ગયા હતા. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
દુર્ઘટનાની જાણ થતા જ લદ્દાખના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા હતા. હાલમાં ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને બીઆરઓ (BRO) ની ટીમો હાઈ એલર્ટ પર છે અને બરફમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે જોજિલા પાસ પર થયેલી આ જાનહાનિ અત્યંત દુઃખદ છે અને સરકાર ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026