SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી
November 30, 2025
મુરાદાબાદ : ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા 'મતદાર વિશેષ પુનરીક્ષણ અભિયાન'ને કારણે સર્જાયેલા 'પ્રેશર કુકર' જેવી સ્થિતિમાં વધુ એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુરાદાબાદમાં BLO (બૂથ લેવલ ઓફિસર) નું કામ કરતા 45 વર્ષીય શિક્ષક સર્વેશ સિંહ એ રવિવારે સવારે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
પોલીસને સર્વેશ સિંહના ખિસ્સામાંથી એક ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. બેઝિક શિક્ષા અધિકારીને સંબોધેલા આ પત્રમાં શિક્ષકે સ્પષ્ટ લખ્યું છે કે તે ટાર્ગેટના ટેન્શન અને અધિકારીઓના દબાણ ને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. સર્વેશ સિંહે તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે "રાત-દિવસ કામ કરતો રહ્યો, છતાં SIRનો ટાર્ગેટ હાંસલ કરી શકતો નથી. રાત મુશ્કેલી અને ચિંતામાં કપાય છે. માત્ર 2 થી 3 કલાક જ ઊંઘી શકું છું," સર્વેશ સિંહે પોતાની 4 નિર્દોષ દીકરીઓની ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે મારી બે દીકરીઓની તબિયત ખરાબ છે અને મારે જીવવું હતું, પરંતુ બેચેની અને ગૂંગળામણના કારણે મરવા માટે મજબૂર છું. યુપીમાં SIR અભિયાન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સાત BLO કર્મચારીઓના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણ કિસ્સા આત્મહત્યાના છે.
Related Articles
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હરીશ રાવતનો યુ-ટર્ન, કહ્યું - કોંગ્રેસ મારા લોહીમાં
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હ...
Sep 12, 2026
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026