Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

થરાદનર્મદા કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

June 22, 2025

બનાસકાંઠા : ગુજરાતના બનાસકાંઠાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી છે. કેનાલના મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહો નીકાળ્યા હતા. જ્યારે બંને યુવતીઓ કોણ છે અને કયાથી આવેલી અને કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું, શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બંને યુવતીના મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી બે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સ્થાનિકોને જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.  જ્યારે બંને યુવતીઓ કોણ છે? અને કેમ કેનામમાં પડતુ મુક્યુ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બંને યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ આદરી છે.