મહાકુંભથી પાછી આવતી કાર ઊભી ટ્રકમાં ઘૂસી, 3 શ્રદ્ધાળુ કાળને ભેટ્યાં, 4 ઈજાગ્રસ્ત
February 10, 2025
હજારીબાગ : ઝારખંડના હજારીબાગથી ભયાવહ માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કુંભ સ્નાન કરીને રાંચી પરત ફરેલી ટાટા સૂમો સોમવારે ચરહીમાં એક ઊભેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ, જેમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. આ દુર્ઘટનામાં ચાર અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.
દુર્ઘટના ચરહી એનએચ-33 પર બિરસા મેદાન નજીક સ્થિત આકરા વળાંક પર થઈ, જ્યારે ટાટા સૂમો બેકાબૂ થઈને રસ્તાના કિનારે ઊભેલા એક ટ્રક સાથે અથડાઈ. મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ રાંચીના બેડો વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે.
સ્થાનિક પોલીસ અને વટેમાર્ગુની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં તેમની હાલત ગંભીર છે. ઘટના સવારે લગભગ 6 વાગ્યાની છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીથી થઈ કે રસ્તા કિનારે ઊભેલા ટ્રકના કારણે. મૃતકોના નામની ખબર હજુ પડી શકી નથી.
દુર્ઘટના સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વળાંક પર ઊભેલા ટ્રકને જોઈને ડ્રાઈવર વાહન પર નિયંત્રણ રાખી શક્યો નહીં, જેના કારણે આ ભયાવહ દુર્ઘટના ઘટી. સ્થાનિક લોકોએ તંત્રથી માગ કરી છે કે હાઈવે પર વાહનોના ખોટી રીતે પાર્કિંગને લઈને આકરા નિયમ બનાવવામાં આવે, જ્યાં ત્યાં ઊભેલા વાહન દુર્ઘટનાનું કારણ બની રહ્યાં છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026