Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ભંગાર વેચી કેન્દ્ર સરકારે 650 કરોડની આવક કરી

November 11, 2024

સરકારે ઓક્ટોબર મહિના દરમિયાન હાથ ધરેલા વિશેષ સ્વચ્છતા અભિયાન દરમિયન ભંગાર વેચીને રૂપિયા 560 કરોડથી વધુ આવક રળી લીધી છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021થી 2024 દરમિયાન સરકારી કાર્યાલયોમાં હાથ ધરવામાં આવેલા વિશેષ સ્વચ્છતા અભિયાનો દરમિયાન ભંગાર વેચીને સરકારે રૂપિયા 2364 કરોડની આવક મેળવી છે.

કેન્દ્રીય કર્મચારી વિષયક રાજ્યપ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, 'વિશેષ અભિયાન 4.0 હેઠળ સ્વચ્છતાને સંસ્થાગત બનાવવા અને સરકારી કાર્યાલયોમાં પડતર કેસોને ઘટાડવા માટે ભારતનું સૌથી મોટું અભિયાન હાથ ધરાયું હતું. તે દરમિયાન અનેક ઉપલબ્ધિ હાંસલ થઇ હતી. 2 થી 31 ઓક્ટોબર, 2024 દરમિયાન હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન સરકારને ભંગાર વેચીને રૂપિયા 650 કરોડની આવક થઇ છે.

ઓક્ટોબર, 2024માં 5.97 લાખથી વધુ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેને પરિણામ પ્રભાવશાળી કાર્યાલય ઉપયોગ માટે 190 લાખ વર્ગ ફુટ જગ્યા ખાલી થઇ શકી હતી. તે ખાલી થયેલા સ્થાનનો હવે બહેતર ઉપયોગ થઇ શકશે. દર વર્ષે અભિયાનનો વિસ્તાર થઇ રહ્યો છે. વર્ષ 2023માં 2.59 લાખ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 5.97 લાખ થઇ છે. અભિયાનનું નિયમન એક ખાસ પોર્ટલ પર થયું હતું.