દલાઇ લામાને મ્યુઝિકના સૌથી મોટા ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા
February 02, 2026
સંગીત દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા '68માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ'માં આ વર્ષે ઈતિહાસ રચાયો છે. તિબ્બતી બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીતીને વિશ્વભરના ચાહકોને ચોંકાવી દીધા છે. આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ આધ્યાત્મિક ગુરુને સંગીત ક્ષેત્રનું આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હોય.
દલાઈ લામાને તેમના વિશેષ આલ્બમ 'મેડિટેશન: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને 'ઓડિયો બુક, નેરેટર અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ' શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી હતી, કારણ કે તેમણે અમેરિકાના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન જેવા દિગ્ગજોને પાછળ છોડીને આ ટ્રોફી પોતાના નામે કરી છે.
આ સમારોહમાં અન્ય એક મોટો રેકોર્ડ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગના નામે નોંધાયો હતો. 'મ્યુઝિક ફોર જોન વિલિયમ્સ' માટે તેમને પોતાનો પ્રથમ ગ્રેમી એવોર્ડ મળ્યો. આ જીત સાથે સ્પીલબર્ગ હવે EGOT ક્લબમાં સામેલ થઈ ગયા છે. EGOT એટલે એવા કલાકારો જેમની પાસે એમી, ગ્રેમી, ઓસ્કાર અને ટોની એમ ચારેય પ્રતિષ્ઠિત એવોર્ડ હોય.
Related Articles
ઈરાન સામે અમેરિકાનો 'લાઇટનિંગ' પ્લાન: 2500 મરીન્સ અને ફાઇટર જેટ્સ સાથે USS ત્રિપોલી રવાના!
ઈરાન સામે અમેરિકાનો 'લાઇટનિંગ' પ્લાન: 25...
Mar 14, 2026
ટ્રમ્પના 'તેલના ખેલ'થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ
ટ્રમ્પના 'તેલના ખેલ'થી યુરોપ લાલઘૂમ: રશિ...
Mar 14, 2026
હવે NATO દેશો પર ઈરાનના હુમલા, ત્રણ દેશો પર ડ્રોન-મિસાઇલો ઝિંકી, ઈરાકમાં US વિમાન ક્રેશ
હવે NATO દેશો પર ઈરાનના હુમલા, ત્રણ દેશો...
Mar 13, 2026
તેહરાનમાં પ્રદર્શનકારીઓની રેલીમાં બ્લાસ્ટ, ઈરાકમાં અમેરિકાનું વિમાન ક્રેશ થતાં 4 સૈનિકોના મોત
તેહરાનમાં પ્રદર્શનકારીઓની રેલીમાં બ્લાસ્...
Mar 13, 2026
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમા...
Mar 12, 2026
ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું - 'મંજૂર હોય તો જ અટકશે જંગ'
ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ...
Mar 12, 2026
Trending NEWS
13 March, 2026
13 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026