ઇમરજન્સી દરવાજો ખુલ્યો નહીં અને 5ના મોત, લખનૌમાં બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના
May 15, 2025

ઉત્તર પ્રદેશના લખનૌમાં કિસાન પથ પર ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી. પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા.
આજે વહેલી સવારે પાંચ વાગ્યે મોહનલાલગંજ નજીક કિસાન પથ પર એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. પોલીસ, ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લૉક થઈ ગયો હતો. જેના લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતા. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતાં આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટનામાં બે બાળકો, બે મહિલા અને બે પુરૂષો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.
Related Articles
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમા...
Jun 21, 2025
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આ...
Jun 21, 2025
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ...
Jun 21, 2025
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભા...
Jun 21, 2025
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એર...
Jun 21, 2025
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025