ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
July 28, 2025

ગરૂ ગ્રહને નવગ્રહોમાં ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, જેની કૃપાથી વ્યક્તિને જીવનમાં દરેક વસ્તુઓ મળે છે. ગુરૂ કૃપાથી વ્યક્તિનું મગજ તેજ થાય છે અને તેને ભાગ્યનો સાથ મળે છે. આ સિવાય લગ્ન અને સંતાન સુખ પણ ગુરૂ ગ્રહની કૃપાથી જ મળે છે. દ્રિક પંચાંગ અનુસાર, 28 જુલાઈ, 2025ના દિવસે સવારે 9:33 વાગ્યે ગુરૂદેવ મિથુન રાશિમાં રહીને આર્દ્રા નક્ષત્રના તૃતીય પદથી કાઢીને ચતુર્થ પદ પર પગલું મૂકશે.
આર્દ્રા નક્ષત્રના કુલ ચાર પદ હોય છે, જેનું પોતાનું મહત્ત્વ હોય છે. બુધને આર્દ્રા નક્ષત્રના ચતુર્થ પદનો સ્વામી માનવામાં આવે છે, જે જ્ઞાન અને વિસ્તારનો ગ્રહ છે. ચાલો જાણીએ ગુરૂના આ પદ ગોચરથી કઈ ત્રણ રાશિના જીવનમાં બદલાવનો યોગ છે.
વૃષભઃ
ગુરૂના આર્દ્રા નક્ષત્રના ચતુર્થ પદમાં ગોચર કરવાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશી આવશે. અમુક લોકોની કોમ્યુનિકેશન સ્કિલમાં સુધારો થશે, તેમજ અમુક લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને સામાજિક મેળમિળાપમાં વૃદ્ધ જોવા મળશે, જેનાથી આવનારા સમયમાં લાભ થશે. આ સિવાય અનેક ડીલ મળવાના કારણે કારોબારના કામનું પણ વિસ્તરણ થશે. જોકે, જે જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી રાહત મળશે.
મિથુનઃ
ગુરૂની બદલતી ચાલથી મિથુન રાશિના જાતકોની કિસ્મતનો દરવાજો ખુલશે. નોકરી કરી રહેલા જાતકોને સિનિયરનો સહયોગ મળશે અને સમયસર ટાર્ગેટ પૂરો થશે. ભાગીદારીમાં ડીલ સાઇન થઈ શકે છે, જેનાથી વ્યાપારી વર્ગના ધંધાનો વિસ્તાર થશે. વડીલોને સમાજમાં માન-સન્માન મળશે. આ સિવાય ઘરના લોકો વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે અને સ્વાસ્થ્યનો સાથ મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકોના વેપારી વર્ગને ગુરૂ કૃપાથી નફામાં વધારો થશે. કારકિર્દીમાં તરક્કી મળવાથી નોકરી કરી રહેલા જાતકોનું મન પ્રસન્ન રહેશે. પરિણીત લોકોના પરિવારમાં સંબંધ સુધરશે. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશે. જે વડીલ કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
Related Articles
ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું આ 5 રાશિઓ માટે ભાગ્યશાળી, રોજગારમાં પ્રગતિના સંકેત
ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું આ 5 રાશિઓ માટ...
Aug 25, 2025
8 દિવસ બાદ સૂર્ય-બુધ-કેતુનો મહાસંયોગ, આ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી!
8 દિવસ બાદ સૂર્ય-બુધ-કેતુનો મહાસંયોગ, આ...
Aug 22, 2025
શનિ અમાસે સૂર્ય-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવચેત!
શનિ અમાસે સૂર્ય-શનિ બનાવશે ષડાષ્ટક યોગ,...
Aug 21, 2025
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાત...
Aug 18, 2025
જન્માષ્ટમીના આગામી દિવસે જ સૂર્યનું રાશિ પરિવર્તન થશે, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે
જન્માષ્ટમીના આગામી દિવસે જ સૂર્યનું રાશિ...
Aug 14, 2025
જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય
જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત...
Aug 13, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

29 August, 2025

29 August, 2025

29 August, 2025

29 August, 2025

29 August, 2025