2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર

December 04, 2024

ચંદ્રગ્રહણને જ્યોતિષમાં મહત્ત્વની ઘટના માનવામાં આવે છે. નવું વર્ષ 2025 ચંદ્રગ્રહણની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. ધાર્મિક દૃષ્ટિએ ચંદ્ર ગ્રહણની ઘટના ખૂબ જ મહત્ત્વની છે. ચંદ્ર ગ્રહણના અશુભ પડછાયામાં શુભ તેમ જ માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ.

પ્રથમ ચંદ્રગ્રહણ

2025નું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવારે 14 માર્ચે થશે. ખગોળશાસ્ત્રીઓના મતે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.

આ ચંદ્રગ્રહણ સવારે 9:27 થી બપોરે 3:30 વાગ્યા સુધી જોવા મળશે. ગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક 3 મિનિટનો રહેશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સુતકકાળ પણ નહી લાગે. 

ક્યાં દેખાશે ગ્રહણ?

ચંદ્રગ્રહણ યુરોપ, આંશિક ઓસ્ટ્રેલિયા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા-આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. 

આ રાશિને અસર થશે

ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે, તેથી સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા લોકો પર તેની અસર વધુ પડશે. આ બંને પ્રકારના લોકોને આર્થિક અને પારિવારિક જીવનમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવકના સ્ત્રોતો પ્રભાવિત થઈ શકે છે.

સાવચેતીનાં પગલાં

ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવું જોઈએ છે. સગર્ભા સ્ત્રીઓને ચપ્પુ, કાતર અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.