મુંબઈ ઈન્ડિયન્સની આ સીઝનની પહેલી જીત, દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું

April 07, 2024

દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનના 20માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 29 રને હરાવ્યું છે. રવિવારે (7 એપ્રિલ) વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા દિલ્હી આઠ વિકેટ પર 205 રન જ બનાવી શક્યું. મુંબઈ ઈન્ડિયન્સની આ લીગમાં પહેલી જીત છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હાર મળી હતી. ત્યારે, દિલ્હી કેપિટલ્સની આ પાંચ મેચોમાં ચોથી હાર રહી છે.


મુંબઈ માટે રોહિત શર્માએ 27 બોલમાં 49 રન બનાવ્યા. રેમારિયો શેફર્ડે અંદાજિત 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. ટિમ ડેવિડે 45 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 39 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન દિલ્હી માટે અક્ષર નોર્ખિયાએ 2-2 વિકેટ ઝડપી. ખલીલને એક વિકેટ મળી છે. દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શૉએ 66 રનની ઈનિંગ રમી. ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે 25 બોલમાં અણનમ 71 રન બનાવ્યા. આ દરમિયાન 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા. મુંબઈ માટે ગેરાલ્ડ કોએત્જીએ 4 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી છે.


આઈપીએલમાં મુંબઈનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. રોમારિયો શેફર્ડે 32 રન બનાવીને રિંકુ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. આઈપીએલ મેચમાં છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે છે. આઈપીએલ 2021માં આરસીબી સામે જાડેજાએ હર્ષલ પટેલની ઓવરમાં 36 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડે દિલ્હી સામે 32 રન બનાવીને રિંકુ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સના રિંકુ સિંહે આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સ સામે યશ દયાલની ઓવરમાં 5 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.