CISFમાં પ્રથમ મહિલા રિઝર્વ બટાલિયન માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી
November 13, 2024

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધવાની છે. કેન્દ્ર સરકારે એક હજાર કરતાં વધારે કર્મીઓ વાળી પહેલી પૂર્ણ મહિલા રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય એરપોર્ટ અને અન્ય મહત્ત્વના એકમોમાં CISF જવાનોની ડયૂટીની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, રિઝર્વ બટાલિયનને પહેલાંથી સ્વીકૃત બે લાખ કર્મીઓના દળથી તૈયાર કરવામાં આવશે. રિઝર્વ બટાલિયનમાં 1,025 મહિલા જવાન રહેશે. તેનું નેતૃત્વ વરિષ્ઠ કમાન્ડન્ટ સ્તરના અધિકારી કરશે. તે બાબતે ચાલુ અઠવાડિેયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વીકૃતિ આદેશ જારી કર્યો છે.
અધિકારીઓ અનુસાર CISF પાસે દેશનાં 68 એરપોર્ટ સહિત દિલ્હી મેટ્રો, લાલ કિલા અને તાજમહાલની સુરક્ષાની જવાબદારી છે. અહીં મોટી સંખ્યામાં મહિલા જવાનોની જરર પડે છે. તે માટે સરકારને પૂર્ણ મહિલા રિઝર્વ બટાલિયનની રચના કરવા પ્રસ્તાવ કરાયો હતો.
Related Articles
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફેલાવી હતી, ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં ખુલી પોલ
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફ...
Jul 07, 2025
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શાળાએ ફી માફ ના કરતા વિવાદ
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શા...
Jul 07, 2025
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધ...
Jul 07, 2025
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આત્મહત્યા કરી લેતા હડકંપ
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્...
Jul 07, 2025
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...'...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025