નવી ઔદ્યોગિક નીતિમાં અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનશે, રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ અને વિશેષ લાભો મળશે
June 10, 2026
ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવશે. આ નીતિ અંતર્ગત કેટલીક નવી એસઓપી જાહેર કરાશે અને એક નવી કેટેગરી ઉમેરવામાં આવશે, જેને અલ્ટ્રા મેગા તરીકે ઓળખવામાં આવશે. પોલિસી ડ્રાફ્ટ અનુસાર, થ્રસ્ટ સેક્ટર્સના જે એકમોમાં ઓછામાં ઓછું રૂ. 10,000 કરોડનું રોકાણ હોય અને જે ઓછામાં ઓછા 3000 લોકોને રોજગારી પૂરી પાડતા હોય, તેમનો આ નવી કેટેગરીમાં સમાવેશ કરાશે. સરકાર દ્વારા સૂચિત નીતિમાં થ્રસ્ટ સેક્ટર્સની સંખ્યા વર્તમાન 9 થી વધારીને 16 કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છે કે, દર વધારાના રૂ. 5000 કરોડના રોકાણ માટે વધારાના 500 લોકોને રોજગારી આપવી ફરજિયાત રહેશે.
અત્યાર સુધી રાજ્યમાં રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ ધરાવતા ઉદ્યોગોને મેગા ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ ખાસ લાભો અપાતા હતા. સરકારે હવે નવી પોલિસીમાં જ અલ્ટ્રા મેગા ઉદ્યોગોની એક અલગ કેટેગરી બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં સૂચિત રોકાણ, રોજગારની ગેરંટી અને પ્રોત્સાહનોની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરવામાં આવશે. આવા ઉદ્યોગોને મૂડી રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ મળશે અને તેઓ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી તેમજ વીજળીના દરમાં રાહત જેવા વિવિધ વિકલ્પો પસંદ કરી શકશે.
થ્રસ્ટ સેક્ટર્સની આ નવી યાદીમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી, ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલિંગ, ટેક્સટાઇલ વેસ્ટ રિસાયકલિંગ, શિપિંગ કન્ટેનર મેન્યુફેક્ચરિંગ, હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, રોબોટ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રીન એનર્જી, કેપિટલ ઇક્વિપમેન્ટ, કાપડ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોનો અગાઉથી જ આ યાદીમાં સમાવેશ થયેલો છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026