આગામી મહાકુંભ હરિદ્વારમાં ગંગા કિનારે યોજાશે, ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ શરૂ

February 26, 2025

13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયેલો મહાકુંભનો આજે અંતિમ દિવસ છે. આજે મહાશિવરાત્રિએ અંતિમ અમૃત સ્નાન છે. મહાશિવરાત્રિ અને અંતિમ દિવસ હોવાથી લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા. ઉપરાંત આ તિથિએ ભગવાન શિવે શિવલિંગનું રૂપ ધારણ કર્યું હતું. આ કારણોસર આ સ્નાન ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

મળતી માહિતી મુજબ પ્રયાગરાજના આ મહાકુંભના સમાપન પછી આગામી મહાકુંભ હરિદ્વારમાં ગંગા કિનારે યોજાશે. આ કુંભ મેળો બરાબર બે વર્ષ પછી 2027 માં યોજાશે અને તેને અર્ધ કુંભ 2027તરીકે ઓળખવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે આજથી જ આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારના આદેશ પર હરિદ્વારમાં સરકારી અધિકારીઓએ 'અર્ધ કુંભ 2027' ની તૈયારીઓ અંગે એક બેઠક યોજી હતી.