નેપાળમાં મુસ્લિમોની સંખ્યા વધી, સરકારી આંકડાઓમાં ખુલાસો

June 05, 2023

નેપાળમાં છેલ્લા એક દાયકામાં હિન્દુઓ અને બૌદ્ધોની વસ્તીમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તીમાં નજીવો વધારો થયો છે. દેશની તાજેતરની વસ્તી ગણતરીના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા શનિવારે પ્રકાશિત 2021ની વસ્તી ગણતરીના રિપોર્ટમાં જણાવાયું છે કે નેપાળમાં હિન્દુ ધર્મ પ્રબળ ધર્મ છે, જે કુલ વસ્તીના 81.19 ટકા હિસ્સો ધરાવે છે. અહીં 2,36,77,744 લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે.

બૌદ્ધ ધર્મ 23,94,549 અનુયાયીઓ સાથે દેશમાં બીજા નંબરનો સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ છે - જે નેપાળની વસ્તીના 8.2 ટકા હિસ્સો ધરાવે છે. ઇસ્લામને અહીં 14,83,060 લોકો અનુસરે છે અને કુલ વસ્તીના 5.09 ટકા સાથે તે ત્રીજો સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ છે. વસ્તીગણતરીના રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા એક દાયકામાં હિંદુઓ અને બૌદ્ધોની વસ્તીમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને કિરાતોની વસ્તીમાં થોડો વધારો થયો છે.