ટાઈગર શ્રોફની હિરો નંબર વન બાદ રેમ્બો ફિલ્મ પણ અટકાવી દેવાઈ

March 26, 2024

મુંબઈ: ટાઈગર શ્રોફની રેમ્બો ફિલ્મ પણ અટકાવી  દેવામાં આવી છે. આ પહેલાં ટાઈગરની હિરો નંબર વન પણ મુલત્વી રાખી દેવામાં આવી છે. આમ બે બે મહત્વના પ્રોજેક્ટ અટકી જતાં ટાઈગરનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. હવે જો ટાઈગરની અક્ષય કુમાર સાથેની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ હિટ થશે તો જ આ પ્રોજેક્ટ આગળ વધારાશે. એક્ટિંગમાં ઝીરો ટાઈગર માત્ર બાવડાંના સહારે એક્શનના જોરે ચાલતો કલાકાર છે. આથી, તેને લઈને હોલીવૂડની રેમ્બો સીરીઝની ફિલ્મનું ઈન્ડિયન વર્ઝન બનાવવાનું નક્કી થયું હતું. એવું પણ નક્કી થયું હતું કે એક્શન ફિલ્મોમાં નિષ્ણાત ગણાતા સિદ્ધાર્થ આનંદને આ ફિલ્મનું સુકાન સોંપવામાં આવશે.