શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધોવાયા
March 30, 2026
બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ આજે 30 માર્ચે સતત બીજા સત્રમાં ભારે વેચવાલીના દબાણનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સેન્સેક્સ 26 મહિનામાં પ્રથમ વખત 72 હજારની સપાટીથી નીચે બંધ રહ્યો અને રોકાણકારોને 9.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઘટાડાનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવ 115 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી જવું માનવામાં આવે છે. બીજી તરફ, રૂપિયામાં આવેલો મોટો ઘટાડો પણ મુખ્ય કારણ બન્યો હતો, જે ડોલર સામે પ્રથમ વખત 95 ના સ્તરને પાર કરી ગયો હતો. આ સિવાય RBIના ફોરેક્સ અંગેના નિર્ણય બાદ બેન્કિંગ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો સિલસિલો અટક્યો નથી, જેના કારણે શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
30 માર્ચે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ્સ અથવા 2.22% ઘટીને 71,947.55 પર બંધ થયો હતો અને નિફ્ટી 488.20 પોઈન્ટ્સ અથવા 2.14% ઘટીને 22,331.40 પર બંધ થયો હતો. આશરે 837 શેરોમાં વધારો નોંધાયો હતો, 3,419 શેરોમાં ઘટાડો થયો હતો અને 138 શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો. ખાસ વાત એ છે કે સેન્સેક્સ 14 ફેબ્રુઆરી 2024 પછી પ્રથમ વખત 72 હજારની નીચે બંધ થયો છે. જેનો અર્થ છે કે સેન્સેક્સ લગભગ 26 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
રોકાણકારોના મનોબળને નબળું પાડ્યું
નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેમાં માર્ચ મહિનામાં લગભગ 10.5% નો ઘટાડો થયો છે. જેના કારણે આ ઈન્ડેક્સ માર્ચ 2020માં કોરોનાને કારણે આવેલા ભારે ઘટાડા પછી તેમના સૌથી ખરાબ મહિના તરફ આગળ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને 12.3 બિલિયન ડોલરની રેકોર્ડ માસિક વિદેશી મૂડીનો નિકાલ છે, જેણે રોકાણકારોના મનોબળને નબળું પાડ્યું છે.
શેરબજારમાં ઘટાડાના 6 મુખ્ય કારણો
યુએસ-ઈરાન યુદ્ધનો ભય
ઈરાનમાં અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી અને મધ્ય પૂર્વમાં 20 વર્ષમાં સૌથી મોટી સૈન્ય તૈનાતીને કારણે યુદ્ધ લાંબુ ચાલશે તેવો ડર ઉભો થયો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
મધ્ય પૂર્વમાં તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 115 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય, તો ભાવ $200 સુધી જવાની ચેતવણી અપાઈ છે.
RBIનો નવો નિયમ
રિઝર્વ બેંકે બેંકોને ફોરેક્સ માર્કેટમાં તેમની પોઝિશન મર્યાદિત કરવાનો આદેશ આપતા બેંકિંગ સ્ટોક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
રૂપિયાનું ઐતિહાસિક સ્તર
ભારતીય રૂપિયો નબળો પડીને ઈતિહાસમાં પહેલીવાર અમેરિકી ડોલર સામે 95ના સ્તરને પાર કરી ગયો છે.
વિદેશી રોકાણકારો (FII)ની વેચવાલી
વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત 20માં સત્રમાં વેચવાલ રહ્યા છે, જેનાથી બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.
નિફ્ટીની માસિક એક્સપાયરી
આજે નિફ્ટીની માસિક એક્સપાયરી હોવાથી અને આવતીકાલે 31 માર્ચે મહાવીર જયંતિની રજા હોવાથી બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.
Related Articles
સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થયું:ચાંદી 17 હજાર ઘટીને ₹1.69 લાખ પર આવી
સોનામાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થ...
Nov 17, 2026
ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105 નું ગાબડું
ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105...
Nov 16, 2026
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
Trending NEWS
16 November, 2026
16 November, 2026
16 November, 2026
14 November, 2026
12 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026