પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી
January 10, 2025

અમદાવાદ- સુરેન્દ્રનગરમાં એકના ડબલ કરી આપવાની સ્કીમમાં અનેક લાલચું ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા પ્રભાકર કનોજીયા નામના યુવકે એકના ડબલની સ્કીમમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. ઘટના એમ છે કે, પ્રભાકરના મિત્રએ સાયલામાં અનિરુદ્ધસિંહ ઝાલા નામનો શખસ એકના ડબલ કરી આપતો હોવાની જાણકારી આપી હતી. આ પછી તેઓ 30 ડિસેમ્બર, 2024ના રોજ અનિરુદ્ધસિંહને મળ્યા ગયા હતા. જેમાં પ્રભાકરે 50 હજાર રૂપિયા આપતા અનિરુદ્ધસિંહે તેના 61 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે, ત્યારબાદ પ્રભાકર વધુ લાલચમાં આવીને બીજા પાસેથી ઉછીના રૂપિયા લઈને અનિરુદ્ધસિંહને 69 લાખ રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં અનિરુદ્ધસિંહે પ્રભાકરને 1.40 કરોડ રૂપિયાની નોટો ભરેલો થેલો આપ્યો હતો. જેમાં પ્રભાકર થેલો લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ થોડે દૂર જઈને પ્રભાકરે થેલામાં ચેક કર્યું તો 500ના કૂપનવાળી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો નીકળી હતી. સમગ્ર ઘટનામાં મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પ્રભાકરે અનિરુદ્ધસિંહ સહિત પાંચ શખસો વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અનિરુદ્ધસિંહે વર્ષ 2023માં રાજકોટના એક વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે એપ્રિલ 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
Related Articles
સુરત હિટ એન્ડ રનઃ કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
સુરત હિટ એન્ડ રનઃ કાર ચાલકે ડિવાઇડર કૂદા...
Feb 08, 2025
ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટમાં 5670 પાનાની ચાર્જશીટ રજૂ
ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટ...
Feb 07, 2025
પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા,...
Feb 07, 2025
વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર જાહેર
વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર...
Feb 07, 2025
વડોદરા : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વિદેશ ભાગી ના જાય માટે લુક આઉટ નોટિસ જારી
વડોદરા : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વિ...
Feb 07, 2025
સુરતમાં બાળકના મોત બાદ કાર્યપાલક ઈજનેર સહિત ચારને શો કોઝ નોટિસ
સુરતમાં બાળકના મોત બાદ કાર્યપાલક ઈજનેર સ...
Feb 07, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025