Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ગોંડલમાં બે મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો યુવક પણ તળાવમાં ડૂબ્યો

June 14, 2025

ગોંડલ : ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.


ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડુબી જવાથી કરુણ મોત થયા છે. હકીકતમાં એક મિત્રને તળાવમાં ડુબતો બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો હતો. બંને યુવકોને તળાવમાં ડુબતા જોઈને સ્થાનિકો લોકોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. 


પંથકમાં બે આશાસ્પદ યુવાનોના તળાવમાં ડુબી જવાથી મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ બી - ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.