કંતારા ચેપ્ટર-1ના ટ્રેલરે ડંકો વગાડ્યો, 12 કલાકમાં જ વ્યૂઅર્સનો આંકડો લાખોમાં

November 29, 2023

રિષભ શેટ્ટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે કંતારા ચેપ્ટર 1 ની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ તેણે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે. ફિલ્મનું દમદાર ટીઝર જોયા બાદ દરેક જગ્યાએ હલચલ મચી ગઈ છે.

ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝરે દેશભરમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ટીઝરને રિલીઝ થયાના 24 કલાકની અંદર 12 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સમાચાર શેર કરતાં, હોમ્બલ ફિલ્મ્સે લખ્યું, "12 મિલિયન વ્યૂઝ અને ગણતરી. કંતારાના ટીઝરનો જાદુ હવે દર્શકોના દિલને આકર્ષી રહ્યો છે.

ટીઝરમાં રિષભ શેટ્ટીની શક્તિશાળી અને ડરામણી ઝલક જોઈ શકાય છે. વિડિઓની શરૂઆત પ્રખ્યાત ગર્જનાથી થાય છે. જે પ્રથમ ફિલ્મમાં પણ સાંભળવામાં આવી હતી. ઉપરાંત, ભવિષ્ય અને ભૂતકાળ સાથે તેનો સંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં ખતરનાક સંગીત પણ સંભળાય છે. ટીઝરને જોયા પછી કોઈપણને ગુસબમ્પ્સ આવશે.

પહેલા ભાગ પછી, ચાહકો ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા વર્ષે, 'કાંતારા ચેપ્ટર 1' હિન્દી અને કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને બંગાળી સહિત 7 ભાષાઓમાં રિલીઝ થશે અને તેનું શૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ થશે. ફિલ્મની કાસ્ટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક અસાધારણ વાર્તાથી ભર્યો છે. સ્ટોરી દમદાર હશે એવું આ લૂક પરથી કહી શકાય છે.