Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

અમેરિકાએ વધુ 12 ભારતીયોનો કર્યો દેશનિકાલ, ચોથુ પ્લેન દિલ્હી પહોંચ્યું

February 23, 2025

પનામા : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમેરિકાએ દેશનિકાલ કરેલા વધુ 12 ભારતીયોને લઈને આવેલું ચોથુ વિમાન આજે રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. આ ભારતીયોને નીકાળ્યા બાદ પનામા મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પોતાના વતન પરત ફર્યા હતા. ગેરકાયદેસર રહેલા પ્રવાસીઓને લઈને આવેલું આ ચોથુ વિમાન હતું. આ વખતે વિમાનનું લેન્ડિંગ રાજધાની દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 12માંથી 4 પંજાબના હોવાથી તેમને ત્યાંથી પંજાબની ફ્લાઈટમાં મોકવામાં આવ્યા હતા. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ 12 ભારતીયોને પરત લાવામાં આવ્યા છે. જેમાં પનામાથી ભારત લાવનારું ભારતીયોનું પહેલું જૂથ હતું. આ પહેલા અમેરિકાએ આશરે 299 ગેરકાયદેસરના પ્રવાસીઓને પરત મોકલ્યા હતા. પનામા અને કોસ્ટા રિકા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને દેશનિકાલ કરાયેલા સ્થળાંતરકારોને સ્વદેશ પરત મોકલવા માટે કામ કરી રહ્યા છે. જેમાં અમેરિકા અલગ-અલગ એશિયાઈ દેશોમાં ખોટી રીતે આવેલા પ્રવાસીઓને આ મધ્ય અમેરિકી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેમાં ઘરે પરત જવાનો ઈનકાર કરતા અને તેમને સરકારે સ્વીકાર કર્યો હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. 


અગાઉ પંજાબ, હરિયાણા, ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાંથી ખોટી રીતે આવેલા પ્રવાસીઓને લઈને ત્રણ અમેરિકી વિમાન 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર અમેરિકમાં પ્રવેશ કરનારા વિરૂદ્ધમાં કાર્યવાહી કરી રહ્યા છે.