તમારા પાપ દુનિયા જાણે છે, બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ
February 01, 2026
દિલ્હી : પાકિસ્તાનના બલૂચિસ્તાનના હાલ ભારે હિંસાઓ અને સૈન્ય ઘર્ષણ ચાલી રહ્યા છે. આ ઘટનાઓમાં બીએલએએ 84 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો, જ્યારે પાકિસ્તાને 133 બળવાખોરોના મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનની સેના બલૂચિસ્તાનની સ્થિતિ કાબુ મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેમ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપી આપી પાકિસ્તાનના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવાઓને તદ્દન પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને સમસ્યાઓ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હંમેશા ભારત પર દોષારોપણ કરવાની જૂની અને સદાબહાર રણનીતિ અપનાવે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની કરતૂત અને આદતોનો ઈતિહાસ ખોલી સ્પષ્ટ કહ્યું છે કે, કોઈ પણ હિંસક ઘટના બાદ ભારત પર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાના ક્ષેત્રના લોકોની લાંબા સમયની પડતર માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન, દમન અને ક્રૂરતાનો ઈતિહાસ આખી દુનિયા જાણે છે. પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં આતંકવાદી તત્વોને ભારત સમર્થન આપી રહ્યું હોવાનો રાગ આલાપ્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026