દેશમાં ખાંડની અછત નથી, નવા સ્ટોકથી આગામી દિવસોમાં ભાવ ઘટવાની ISMAની આશા
August 25, 2026
છેલ્લા કેટલાક સપ્તાહથી છૂટક અને જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ વધતાં સામાન્ય લોકોના બજેટ પર અસર પડી છે. તહેવારોની સીઝન પહેલાં ચાથી લઈને મીઠાઈ સુધીના ભાવ વધવાની ચિંતા વચ્ચે ઈન્ડિયન શુગર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સરકારે રાહતની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ISMA મુજબ દેશમાં ખાંડની કોઈ માળખાકીય અછત નથી અને હાલ ભાવમાં થયેલો વધારો કામચલાઉ છે. તહેવારો દરમિયાન અચાનક વધેલી માંગ, ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો, હવામાનની અસર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં 16% જેટલો વધારો તેની પાછળના મુખ્ય કારણો છે. કેટલાક વેપારીઓની સંગ્રહખોરીને કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ હોવાનું પણ ISMAએ કહ્યું છે.
ISMAએ ખાંડના ભાવ વધવા પાછળ ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ જવાબદાર હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. સંસ્થા મુજબ ઈથેનોલના કુલ ઉત્પાદનમાં 75% હિસ્સો અનાજમાંથી આવે છે. બજારમાં સ્થિરતા જાળવવા સરકારે 10 લાખ મેટ્રિક ટન શુલ્કમુક્ત કાચી ખાંડની આયાતને મંજૂરી આપી છે. સંગ્રહખોરી અટકાવવા વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને જીએસટી તથા ભૌતિક સ્ટોકની સાપ્તાહિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ISMAએ ડીલરો માટેની સ્ટોક મર્યાદા 400 ટનથી ઘટાડીને 200 ટન કરવાની ભલામણ કરી છે.
નવા પિલાણ સત્રને 10થી 15 દિવસ વહેલું શરૂ કરવા માટે પણ કામગીરી ચાલી રહી છે. તામિલનાડુ અને કર્ણાટકમાં વિશેષ પિલાણ શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં 4 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે, પરંતુ ઓક્ટોબર 2026માં આ આંકડો વધીને 10 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. બજારમાં નવો સ્ટોક પહોંચ્યા બાદ ખાંડના ભાવ સામાન્ય થવાની અને લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળવાની ISMAને આશા છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026