પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી, પૂર્વોત્તરમાં પણ ઘટ્યો દબદબો!
February 09, 2025
દિલ્હી : દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન નથી થયું. 70 વિધાનસભા બેઠકો વાળી કોંગ્રેસને 'શૂન્ય' બેઠકો મળી છે. જો કે, દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 'શૂન્ય' હોય.
દેશમાં ઓછામાં ઓછા 4 રાજ્યોમાં કોંગ્રેસની પાસે એક પણ ધારાસભ્ય નથી. જેમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. આ સિવાય સિક્કિમ, નાગાલેન્ડમાં પણ કોંગ્રેસને શૂન્ય બેઠક છે. જ્યારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં એક-એક બેઠક કોંગ્રેસ પાસે છે. આંધ્રપ્રદેશમાં 2024માં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક પર જીત મળી ન હતી. પાર્ટીના વધુ પડતા ઉમેદવારો ત્રીજા નંબરે અથવા તો જમાનત જપ્ત કરાવી બેઠા હતા. આંધ્રપ્રદેશમાં NDA ગઠબંધન પાસે 164 ધારાસભ્ય છે. જ્યારે વિપક્ષી YSRની પાસે 11 ધારાસભ્ય છે. રસપ્રદ વાત એ છે કે, આંધ્રપ્રદેશમાં વર્ષ 2014માં કોંગ્રેસ સરકારમાં રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 294 બેઠક છે. 2021માં મે મહિનામાં અહીં ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ અહીં લેફ્ટ ફ્રન્ટની સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેને જીત ન મળી શકી. બંગાળમાં પહેલીવાર કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને પાર્ટીની પાસે 224 ધારાસભ્ય છે. ત્યારે વિપક્ષી ભાજપ પાસે અહીં 66 ધારાસભ્ય છે. 2022માં મુર્શિદાબાદના સાગરદિધી બેઠક પર કોંગ્રેસને જીત પણ મળી, પરંતુ ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી બંગાળમાં જેટલી પણ પેટાચૂંટણી થઈ છે, તેમાં કોંગ્રેસને જીત નથી મળી શકી.
Related Articles
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર?
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિ...
May 06, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર...
May 06, 2026
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના...
May 06, 2026
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
Trending NEWS
05 May, 2026