ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના બની, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ
November 27, 2024

મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં એક જ દિવસમાં અમદાવાદ, અમરેલી અને ભાવનગરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાંથી એક ઘટના અમરેલીના વડીયામાંથી, બીજી ઘટના અમદાવાદના વાસણા, ત્રીજી ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તાર અને ચોથી ઘટના ભાવનગરના વરતેજ ગામની છે. જેમાં એક યુવતી, બે સગીરા અને એક માસુમ બાળકી નરાધમોનો ભોગ બની છે.
અમરેલીમાના વડીયામાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના વિશે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરીયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી. મૈત્રી સંબંધના રૂપે તે અવાર-નવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેની નજર પોતાની મિત્રની 12 વર્ષની બાળકી પર બગડી. સગીરા એકલી હોવાની જાણ થતાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાએ આ બાબતે પિતાને જાણ કરતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજીબાજુ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જ્યાં પાડોશી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને રસોઈના બહાને ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી એટલેથી ન અટકતા સગીરાની બદનામી કરી તેની બહેનને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગરના વરતેજ વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે ચારથી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે પાડોશી યુવક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
મહત્વનું છે કે તાજેતરમાં અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ટાસ્ક ફોર્સ બનાવી છે. જેની રચનાના બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં દુષ્કર્મની બે ઘટના બની છે. શહેરમાં ગુનાખોરી અટકાવવા બનાવાયેલી ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ ટાસ્ક ફોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી અટકાવશે. તેના માટે એક એપ્લિકેશન પણ બનાવાઈ છે. જેમાં દરેક ગુનાગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. આ તમામ વ્યવસ્થા છતાં અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
Related Articles
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્ર...
Jul 15, 2025
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાં...
Jul 15, 2025
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલાય
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર...
Jul 15, 2025
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્...
Jul 14, 2025
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લ...
Jul 14, 2025
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચા...
Jul 14, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025