રામ મંદિરમાં 14 દેવાલયોની થશે પ્રાણ પ્રતિષ્ઠા, 101 પૂજારી કરાવશે અનુષ્ઠાન
June 03, 2025

અયોધ્યા ફરી એકવાર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા તૈયાર છે. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામની પવિત્ર નગરી અયોધ્યામાં ફરીથી 3 દિવસ મહાઓયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં મંદિર પરિસરમાં રામ દરબાર સહિત અન્ય દેવાલયોની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહની સમાપ્તી 5 જૂને રામ દરબારની પ્રતિષ્ઠા સાથે થશે. જેમાં યુપીના યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ત્રણ દિવસ ખૂબ જ ખાસ છે મહાઆયોજનના ભાગ રૂપે મંગળવાર અને બુધવારે 6:30 વાગ્યાથી 12 કલાક પૂજા, હોમ હવન અને અનુષ્ઠાન કરવામાં આવશે. આ અનુષ્ઠાનમાં 1975 મંત્રો સાથે અગ્નિ દેવતાને આહુતી આપવામાં આવશે. સાથે સાથે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિ ભજનનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહનું આયોજન 5 જૂને કરવામાં આવશે. જેમાં રામ દરબાર ( શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની ) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
સાથે સાથે સાત બીજા દેવી દેવતાઓની મંદિરોમાં સ્થાપના કરવામાં આવશે. રામ જન્મભૂમિમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે પંચાંગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જલાધીવાસ અનુષ્ઠાન થશે. શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓનું શુદ્ધિકરણ કરાશે આ તમામ અનુષ્ઠાનનું આજથી જ શરૂ થઇ ચુક્યા છે.
Related Articles
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફેલાવી હતી, ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં ખુલી પોલ
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફ...
Jul 07, 2025
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શાળાએ ફી માફ ના કરતા વિવાદ
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શા...
Jul 07, 2025
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ... બાધ...
Jul 07, 2025
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આત્મહત્યા કરી લેતા હડકંપ
યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્...
Jul 07, 2025
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...'...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025