બલુચિસ્તાનની આ 2 મહિલાઓએ પાકિસ્તાન હચમચાવ્યું! બળવાખોરોએ ગણાવી 'વીરાંગના'
February 02, 2026
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ અનેક શહેરો અને નગરોમાં એક સાથે મોટા આત્મઘાતી હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓમાં લગભગ 100 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે, પાકિસ્તનમાં આ મોટો હુમલો કરીને તબાહી મચાવવા પાછળ બે મહિલાઓ છે. હુમલા બાદ BLAએ બે હુમલાખોરોની તસવીરો જારી કરી, જે બંને મહિલાઓ છે. બીજી તરફ બળવાખોરોએ આ મહિલાઓને 'વીરાંગના' ગણાવી છે. આમાંથી એક મહિલાની ઓળખ 24 વર્ષીય આસિફા મેંગલ તરીકે થઈ છે. તે બલુચિસ્તાનના નુશ્કી વિસ્તારની રહેવાસી અને મોહમ્મદ ઈસ્માઇલની દીકરી છે. તેનો જન્મ 2 ઓક્ટોબર, 2002ના રોજ થયો હતો. સંગઠનનો દાવો છે કે, તે તેના 21મા જન્મદિવસ પર BLAના માજીદ બ્રિગેડમાં જોડાઈ હતી અને જાન્યુઆરી 2024માં આત્મઘાતી હુમલાખોર બનવાનો નિર્ણય લીધો હતો. BLAનું કહેવું છે કે, નુશ્કીમાં ISI મુખ્યાલય પર હુમલો તણે જ કર્યો હતો. બીજી મહિલા હુમલાખોરનું નામ હજુ સુધી સામે નથી આવ્યું.સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં તે પોતાના સાથીઓ સાથે દેખાય રહી છે. વીડિયોમાં તે પાકિસ્તાની સરકારની ટીકા કરતી દેખાઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે આ હુમલાઓ બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન ચલાવ્યું. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળોએ લગભગ 40 કલાક સુધી કાર્યવાહી કરી અને 140થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ જણાવ્યું હતું કે, હુમલાઓમાં મહિલા હુમલાખોરો સામેલ હતી. પાકિસ્તાની સરકારના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સામાન્ય લોકોના વેશમાંશાળાઓ, બજારો, બેન્કો અને હોસ્પિટલોમાં ઘૂસ્યા અને ગોળીબાર કર્યો હતો. આ હુમલાઓ શુક્રવારે રાત્રે શરૂ થયા અને શનિવાર સુધી ચાલુ રહ્યા. નુશ્કી, ગ્વાદર, ચમન, હબ, નસીરાબાદ અને મકરાન જેવા વિસ્તારોમાં હુમલા થયા હોવાની માહિતી છે. BLA એ જણાવ્યું કે, આ તેમના ઓપરેશન હેરોફ એટલે કે બ્લેક સ્ટૉર્મનો બીજો તબક્કો હતો. બીજી તરફ પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, આતંકવાદીઓને કોઈપણ શહેરો અથવા મુખ્ય સ્થળો પર કબજો નથી કરવા દીધો. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પરંતુ ગરીબ પ્રાંત છે, જ્યાં વર્ષોથી હિંસા ચાલુ છે. બલોચ સંગઠનો લાંબા સમયથી વધુ અધિકારો અને કુદરતી સંસાધનોમાં હિસ્સેદારીની માગ કરી રહ્યા છે.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026