Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો : મોહન ભાગવત

November 11, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને જોતા એવું લાગે છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. મોહન ભાગવતે આ નિવેદન મધ્યપ્રદેશમાં આપ્યું હતું. એમપીના મહાકૌશલ વિસ્તારના દિવંગત સંઘ મહિલા નેતા ડો. ઉર્મિલા જામદારની યાદમાં પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.

મોહન ભાગવતે કહ્યું આપણે બધા જ ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાતો અનુભવી રહ્યા છે. અટકળો એવી ચાલી રહી છે કે તે યુક્રેનમાં શરૂ થઇ શકે અથવા તો ગાઝામાં. તેમણે દુઃખની સાથે કહ્યું કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ તેનો લાભ હજી સુધી દેશ અને દુનિયાભરના ગરીબો સુધી નથી પહોંચ્યો અને દુનિયાને નષ્ટ કરનારા હથિયાર દરેક જગ્યાએ પહોંચી ગયા છે.

આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું કે વિશ્વની વર્તમાન સ્થિતિ એવી અટકળોને જન્મ આપી રહી છે કે શું આ સંભવિત યુદ્ધ યુક્રેન અથવા ગાઝાથી શરૂ થઈ શકે છે. તેમનું નિવેદન વૈશ્વિક અશાંતિની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે અને આ વિવાદોના સંભવિત પરિણામો તરફ લોકોનું ધ્યાન દોરે છે.