UKમાં રંગભેદનો બનાવ : નર્સોએ શીખ પેશન્ટને તેના જ પેશાબમાં સડવા દીધો

October 03, 2023

બ્રિટિશ નર્સોએ એક શીખ દર્દીની દાઢીને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝમાં બાંધી દીધી હતી અને તેને પોતાના પેશાબમાં તરછોડી દીધો હતો અને તેને એવું ખાવાનું આપ્યું હતું કે જેને તે ધાર્મિક કારણોસર ખાઈ શકે તેમ ન હતો. આ દાવો યુકેના ટોચના નર્સિંગ વ્હીસલ બ્લોઅર દ્વારા કરવામાં આવ્યો છે.

નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ તરફથી લીક કરવામં આવેલા એક ડોઝિયરમાં કહેવામાં આવ્યું હતું કે શીખ વ્યક્તિ તરફથી ભેદભાવ કરવામાં આવતો હોવાની નોટ આપવા છતાં આ નર્સોને કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નર્સિંગ નિયામક સંસ્થા 15 વર્ષથી પોતાના રેન્કોમાં સંસ્થાગત રંગભેદની સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્પળ રહી છે.

જે એનએમસી કર્મચારીઓને ભેદભાવપૂર્ણ વિચારોના આધાર પર અસંગત માર્ગદર્શન લાગુ કરવા પર અનિયંત્રિત થવાની અનુમતી આપે છે. રિપોર્ટ અનુસાર શીખ દર્દીના પરિવારને તેની પાઘડી જમીન પર પડેલી મળી હતી અને તેની દાઢી રબ્બરના ગ્લોવ્ઝથી બાંધેલી હતી.