આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ!

July 30, 2025

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે અને તેથી જ તે દર અઢી વર્ષે પોતાની ચાલ બદલે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, શનિ હાલમાં મીન રાશિમાં છે અને વક્રી અવસ્થામાં બિરાજમાન છે. જે રીતે શનિનું ગોચર અને નક્ષત્ર ગોચર મહત્ત્તવપૂર્ણ છે, બિલકુલ એવી જ રીતે શનિની યુતિ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. 

31 જુલાઈ  એટલે કે આવતીકાલે રાત્રે 10:09 વાગ્યે, શનિ અને ગુરુ બંને એકબીજાથી 100 ડિગ્રી પર રહેશે, જેના કારણે શતાંક યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે શતાંક યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે જે જાતકને ધન-સંપત્તિ અને સફળતા અપાવે છે. શતાંક યોગને સેન્ટાઈલ કોમ્બિનેશન પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શનિ અને ગુરુની આ પાવરફૂલ યુતિથી કઈ રાશિઓને થશે ફાયદો. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિ-ગુરુની યુતિને ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. આ દરમિયાન નોકરીમાં પ્રગતિની તકો મળશે. તમને વ્યવસાયમાં સકારાત્મક પરિણામો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને શનિ-ગુરુની યુતિથી વિશેષ લાભ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થઈ શકે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નાણાકીય સ્થિરતા વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને શનિ-ગુરુની યુતિથી ઘણા ફાયદા થશે. તમારી આવકમાં વધારો થશે, પૈસા પાછા મળશે. તમે તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરશો. યાત્રા સફળ અને સુખદ રહેશે.