આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!

July 15, 2025

સૂર્યદેવને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં જવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે. સાથે જ સૂર્ય જ્યારે પણ ગોચર કરે છે તો તેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર પણ બદલાવ જોવા મળે છે. 

વળી, સૂર્ય દેવ 2 દિવસ બાદ એટલે કે, 16 જુલાએ સાંજે 5:17 મિનિટે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરવાના છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. જ્યારે પણ સૂર્ય-ચંદ્રનું મિલન થાય તો અમાસનો યોગ નિર્માણ થાય છે અને સૂર્ય-ચંદ્રની યુતિ અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે, સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી કઈ રાશિને નુકસાન થશે. 

મેષઃ

સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવે છે. મેષ રાશિના જાતકોને પ્રોપર્ટ સાથે જોડાયેલા નુકસાનનો સામનો કરવો પડી છે. માનસિક તણાવ વધી શકે છે. આ સિવાય પરિવાર સાથે પણ વિવાદ થઈ શકે છે. 

મિથુનઃ 

સૂર્યદેવનું ગોચર મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ નથી માનવામાં આવતું. તેમના આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી છે. આ સિવાય નાણાંકીય કોઈપણ બાબતે ગેરજવાબદારી ન દાખવવી.

વૃશ્ચિકઃ 

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય ગોચર અશુભ માનવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. મહેનત કરશો પરંતુ તેનું પરિણામ ધાર્યા જેવું નહીં આવે, આ સિવાય આર્થિક કાર્યોમાં પણ નુકસાન થઈ શકે છે. 

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન લાભકારી માનવામાં નથી આવતું, આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને કોઈ નવા કાર્યની શરૂઆત ભૂલથી પણ આ સમય દરમિયાન ન કરવી. આ સિવાય કોઈપણ રોકાણ કરવાથી બચો.