ટ્રમ્પના બોમ્બ પણ ઈરાનનું કંઈ ના બગાડી શક્યા, અમેરિકન રિપોર્ટમાં જ ખુલી પોલ
June 25, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન નામના ત્રણ ઈરાની પરમાણુ સ્થળો સફળતાપૂર્વક નાશ પામ્યા છે. જોકે યુએસ ગુપ્તચર રિપોર્ટ અનુસાર, હવાઈ હુમલાએ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી ન હતી, ફક્ત થોડા મહિનાઓ માટે તેને ધીમી પાડી દીધી હતી. પરંતુ વ્હાઈટ હાઉસે આ મૂલ્યાંકનને નકારી કાઢ્યું છે.
અમેરિકન રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી ન હતી, પરંતુ તેની ક્ષમતાને ફક્ત થોડા મહિનાઓ માટે જ પાછળ ધકેલી દીધી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર 13,607 કિલોના બોમ્બ ફેંકીને પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકન રિપોર્ટ મુજબ, ઈરાનની મોટાભાગની સુવિધાઓ ભૂગર્ભમાં હતી આથી અમેરિકાના બોમ્બથી વધુ નુકસાન થયું ન હતું. અમેરિકાના હુમલા છતાં, કેટલાક સેન્ટ્રીફ્યુજ હજુ પણ કાર્યરત સ્થિતિમાં છે અને ઈરાનના યુરેનિયમ ભંડાર ખતમ થયા નથી, તે સુરક્ષિત છે.
વ્હાઈટ હાઉસે આ મૂલ્યાંકન રિપોર્ટ ફગાવી દીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ કથિત મૂલ્યાંકન લીક થવું એ સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કરવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને સફળતાપૂર્વક નષ્ટ કરવાના મિશનને પાર પાડનારા બહાદુર પાઇલટ્સને બદનામ કરવાનો પ્રયાસ છે. બધા જાણે છે કે જ્યારે તમે લક્ષ્ય પર 13,607 કિલોનો બોમ્બ ફેંકો છો ત્યારે શું થાય છે!'
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026