TV એકટ્રેસ શ્વેતા તિવારીને લાગ્યો જેકપોટ, રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે કસોટીની પ્રેરણા
September 20, 2023

નવી મુંબઇ: 'કસૌટી ઝિંદગી કે' માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ' જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' માં પણ એકટ્રેસ જોવા મળી હતી. શ્વેતા તિવારીએ ઘણા રિયાલિટી શો કર્યા છે. શ્વેતા સીરિયલમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂકી છે. હવે એકટ્રેસ ટીવીની દુનિયામાંથી વેબ સિરીઝ કરવા જઈ રહી છે. શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં રોહિત શેટ્ટી અને શ્વેતા તિવારી છે. એકટ્રેસ દિગ્દર્શકની આગામી ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળશે. તેમાં તે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ તસવીરોમાં તે ફોર્મલ લુકમાં જોવા મળી રહી છે. શ્વેતા તિવારી માટે આ એક મોટો જેકપોટ છે, કારણ કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઇનના પહેલાં બે ભાગ આવી ચૂક્યાં છે. જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. હવે ત્રીજા પાર્ટ માટે દર્શકો ખૂબ ઉત્સાહિત છે.
મહત્વનું છેકે, રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેન'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 16 સપ્ટેમ્બરે અજય દેવગન, રોહિત શેટ્ટી અને રણવીર સિંહે મુહૂર્ત પૂજા દરમિયાન ફોટા શેર કર્યા હતા. તેની શરૂઆત મુંબઈના જ એક સ્ટુડિયોમાં થઈ રહી છે. ફેન્સમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ છે કે તે આવતા વર્ષે 2024 માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે આ ફિલ્મ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' સાથે ક્લેશ શકે છે.
મહત્વનું છેકે, રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેન'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 16 સપ્ટેમ્બરે અજય દેવગન, રોહિત શેટ્ટી અને રણવીર સિંહે મુહૂર્ત પૂજા દરમિયાન ફોટા શેર કર્યા હતા. તેની શરૂઆત મુંબઈના જ એક સ્ટુડિયોમાં થઈ રહી છે. ફેન્સમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ છે કે તે આવતા વર્ષે 2024 માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે આ ફિલ્મ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' સાથે ક્લેશ શકે છે.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025