યુદ્ધમાં યુક્રેનનો સૌથી મોટો ડેમ 'કાખોવકા' તૂટ્યો
June 06, 2023

કાખોવકા : યુદ્ધની વચ્ચે મંગળવારે યુક્રેનનો સૌથી મોટો ડેમ ધ્વસ્ત થઈ ગયો. ડેમનું નામ કાખોવકા છે જે ઉત્તર યુક્રેનમાં હતું. રશિયા-યુક્રેને એકબીજા પર તેને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ ડેમ પર હુમલા બાદ છોડવામાં આવેલ પાણી યુદ્ધના મેદાનમાં પહોંચી ગયું છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે આગામી પાંચ કલાકમાં પાણી ગંભીર સ્તરે પહોંચી શકે છે. તેમની ટેલિગ્રામ ચેનલ પરના એક વિડિયોમાં પ્રાદેશિક ગવર્નર એલેક્ઝાન્ડર પ્રોકુડિને કહ્યું, "પાંચ કલાકમાં આ વિસ્તારમાં પાણી વ્યાપકપણે ફેલાઈ જશે."
પૂરના ભયને કારણે આસપાસના ગામને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ખરસોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તે જ સમયે, રશિયન સમાચાર એજન્સી અનુસાર, 80 ગામમાં પૂરનું જોખમ છે. યુક્રેનનો આ ડેમ 1956માં સોવિયત સંઘના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. નિપર નદી પર બનેલો આ ડેમ 30 મીટર ઊંચો છે અને 3.2 કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. શહેરના મોસ્કો તરફી વહીવટીતંત્રના વડા વ્લાદિમીર લિયોન્ટિવે નોવાયા કાખોવકામાં જણાવ્યું હતું કે "કાખોવકા ડેમને નિશાન બનાવતા અનેક હુમલાઓ રાતોરાત થયા હતા." લિયોન્ટિવે દાવો કર્યો હતો કે તેમણે ડેમના ગેટ વાલ્વનો નાશ કર્યો હતો અને તેના કારણે પાણીનો પ્રવાહ "બેકાબૂ" થયો હતો.
યુક્રેનના ઉત્તરી કમાન્ડના સૈન્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું કે રશિયાએ કાખોવકા ડેમ પર હુમલો કર્યો છે. તે જ સમયે ઝેલેન્સકીએ આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે ડેમ રશિયાના કબજા હેઠળના પ્રદેશમાં છે અને રશિયન સેનાએ યુક્રેનિયન હુમલામાં તેના વિનાશની વાત કરી છે. કાખોવકા ડેમમાંથી ક્રિમિયા અને ઝાપોરોઝાય ન્યુક્લિયર પ્લાન્ટને પાણી પૂરું પાડવામાં આવે છે.
આજે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં પણ રશિયા અને યુક્રેન આમને-સામને થશે. યુક્રેનનો આરોપ છે કે રશિયા વર્ષોથી યુક્રેનિયન અલગતાવાદીઓને સમર્થન આપી રહ્યું છે. જેના કારણે યુક્રેનમાં હુમલા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે બંને દેશ હેગમાં પોતપોતાની તરફેણમાં દલીલ કરશે. આ કેસ યુક્રેન દ્વારા યુદ્ધના 5 વર્ષ પહેલા નોંધવામાં આવ્યો હતો. 2022માં થયેલા હુમલા બાદ યુક્રેને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં રશિયા વિરુદ્ધ ઘણાં વધુ કેસ પણ દાખલ કર્યા છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025