રશિયાના નિશાન પર યુક્રેનનો ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ

May 28, 2023

રુસ-યુક્રેન યુદ્ધને કારણે શું હવે વિશ્વમાં મહાવિનાશની ઘંટડી વાગી ચુકી છે! શું 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જશે? યુક્રેનની આર્મીએ દાવો કર્યો છે કે રશિયા દક્ષિણ ભાગમાં આવેલા તેના નિયંત્રણ હેઠળના દેશ પર પરમાણુ  હુમલાની યોજના બનાવી રહ્યુ છે. યુક્રેનની સેનાના ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા દાવાઓ સાથે વાત કરવામાં આવી છે. આ ઉપરાંત હમણા થોડા દિવસો પહેલા જ બેલારુસની સરહદ પર રશિયા દ્વારા પરમાણુ હથિયારો લાવવામાં આવ્યા તે પણ ખતરનાક સંકેતોની આશંકા દેખાઈ રહી છે.


હાલમાં યુક્રેનના રક્ષા મંત્રાલયના ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ દ્વારા શુક્રવારે આપવામાં આવેલા નિવેદન બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન દળો યુરોપના સૌથી મોટા ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરશે અને પછી રેડિયોએક્ટિવ લીક થવાની જાણકારી આપશે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય તપાસ શરુ થઈ શકે. નિર્દેશાલય તરફથી એવુ પણ કહેવામાં આવ્યું હતું કે રશિયા આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કરશે, જેથી કરીને તેની સેનાને વળતો હુમલો કરવાનો મોકો મળી શકે, જેથી ફરીથી સંગઠીત થવા માટે જરૂરી છે.