'દુર્ભાગ્યથી PM મોદી સમજવામાં નિષ્ફળ રહ્યા, માત્ર વાતોથી કંઇ નહીં થાય..', રાહુલ ગાંધીના પ્રહાર
February 15, 2025
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટેકનોલોજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.'
રાહુલ ગાંધીએ શનિવારે X પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરૂ કર્યું છે જે સમગ્ર વિશ્વમાં યુદ્ધમાં ક્રાંતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારતે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બનવા માટે વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે.'
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 'ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટેકનોલોજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, 'આ માત્ર એક ટેક્નોલોજી નથી. આ એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલીની મદદથી થઈ રહેલી નવીનતા દર્શાવે છે. પીએમ મોદી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર 'ટેલિપ્રોમ્પ્ટર' નો ઉપયોગ કરીને ભાષણ આપે છે પરંતુ તેમને આ વસ્તુ સમજાતી નથી.'
ચીનનું નામ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આપણા પ્રતિસ્પર્ધીઓ નવી ટેક્નોલોજીમાં નિપુણતા મેળવી રહ્યા છે અને આપણી સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં આ મામલે કંઈ નથી કરી રહી.'
તેમણે કહ્યું, 'ભારતને ખાલી ભાષણોની જરૂર નથી પરંતુ મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં અપાર પ્રતિભા છે. આપણા યુવાનો આ ડ્રોનના તમામ કોમ્પોનન્ટ બનાવી શકે છે. આપણા યુવાનોને રોજગારી આપવા અને ભારતને ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી પાસે સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને ભારતમાં જ આવી નવીનતાઓ બનાવવાનું શરૂ કરવું જોઈએ.'
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026