શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, 155 શેરમાં અપર સર્કિટ, મૂડીમાં ચાર લાખ કરોડનો વધારો
May 21, 2025
ભારતીય શેરબજારમાં ગઈકાલે કડાકો નોંધાયા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 835 પોઈન્ટ વધી 82000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 10.45 વાગ્યે 746.78 પોઈન્ટના ઉછાળે 81933.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીએ પણ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 25000નું લેવલ ગુમાવ્યા બાદ આજે ફરી 25000 નજીક પહોંચ્યો છે. જે 10.46 વાગ્યે 228.50 પોઈન્ટ ઉછળી 24915.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 400 પોઈન્ટ ઉછળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો આપી રહ્યા છે.
જિયો પોલિટિકિલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો, અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે આજે ભારતીય શેરબજાર સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી વિદેશી રોકાણકારોએ રૂ. 10542.05 કરોડની વેચવાલી નોંધાવી છે. સામે ગઈકાલે ડીઆઈઆઈએ રૂ. 6738.39 કરોડની ખરીદી કરી હતી.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડા સામે નીચા મથાળે ખરીદી પણ વધી છે. મીડકેપ અને સ્મોલકેપ શેર્સ બુલિશ રહેતા ઈન્ડેક્સ 1 ટકા સુધી ઉછળ્યા છે. એકંદરે માર્કેટ આજે ગ્રીન ઝોનમાં છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026