સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, જોડિયામાં 7 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ, ખેડૂતો રાજી રાજી
June 23, 2025
સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘડીક સૂર્યનારાયણ તપી જતાં અસહ્ય બફારો, તો ઘડીક વરસાદ વરસી જવાથી ઠંડક અનુભવાઈ હતી. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં સાંબેલાધારે 7 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે કાલાવડ, કેશોદ અને ઘેડ પંથકમાં પાંચ ઈંચ તો પડધરી, મેંદરડા, માણાવદર, કુતિયાણામાં ધોધમાર ચાર ઈંચ મેઘકૃપા વરસી હતી.
જામનગર શહેરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યાર બાદ ધીમી ધારે રાત્રે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ પંથકમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોડીયામાં સૌથી વધારે બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં મુશળધાર 7 ઇંચ વરસાદ તૂટી પડયો હતો. આ ઉપરાંત જામજોધપુરમાં 2.5 ઈંચ, લાલપુરમાં 2 ઈંચ, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
પોરબંદર જિલ્લામાં અંતે ચોમાસુ સક્રિય થયું હોય તેમ રવિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ મોડી સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે, સૌથી વધુ માધવપુર ઘેડ અને તેની આજુબાજુના ઘેડ પંથકના વિસ્તારમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરથી માધવપુર સુધીની દરિયાઈ પટ્ટી પર 4થી 5 ઈંચ વરસાદ વરસતા અનેક ગામડાઓના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જૂનાગઢ જિલ્લામાં 1થી 5 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. સૌથી વધુ કેશોદમાં 5 ઈંચ પડેલા વરસાદના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. એ જ રીતે મેંદરડામાં પણ 4 ઈચ ધોધમાર મેઘકૃપા વરસી હતી. જૂનાગઢ શહેરમાં 2 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ, વંથલીમાં અઢી ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, માળિયામાં 2.5 ઈંચ, ભેંસાણમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર સિઝનનો પ્રથમવાર 3 ઈંચ વરસાદ પડતા પર્વત પરથી ધીમી ધારે ઝરણાઓ વહેતા થયા હતા.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026