અમરેલીમાં અનરાધાર વરસાદ: લિલિયામાં બસ ફસાઈ
June 16, 2025
અમરેલી : અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલા 66 મી.મી., સાવરકુંડલા 58 મી.મી., ખાંભા 37 મી.મી., લિલિયા 35 મી.મી., જાફરાબાદ 31 મી.મી., બગસરા 20 મી.મી., અમરેલી 17 મી.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
અમરેલીના ગ્રામ્ય પંથકમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો છે ત્યારે નાના માશીયાળા ગામ નજીક એસ.ટી બસ પર વૃક્ષ પડતાં થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. અમરેલીથી ધારી જતાં હાઇવે પર ધોધમાર વરસાદના પગલે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ દેવરાજીયા માણીલા રોડ પર ખેતરોના પાણી રોડ પર આવતા રોડ પાણી પાણી થયો છે. અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી જિલ્લા લિલિયામાં ધોધમાર વરસાદના ખાબક્યો છે. ત્યારે લિલિયાના ભોરીગડા ગામે એસ.ટી બસ પાણીમાં ફસાઇ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો. આ ડાયવર્ઝનમાં પાણી ભરતાં બસ પાણીમાં ફસાઇ ગઇ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
Related Articles
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો,...
Jun 30, 2026
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026