ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
May 05, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે(5 મે) રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન IMDએ બપોરે 4 વાગ્યે ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં 13 જિલ્લામાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
13 જિલ્લામાં ભારે પવન-વીજળી સાથે કમોસમી વરસાદનું યલો ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, મંગળવારે(5 મે) બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. તેમજ 40 કિ.મી.ની ઝપડે પવન ફૂંકાવવાની શક્યતા છે.
રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે, ત્યારે આજે(5 મે) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
IMD અનુસાર, રાજ્યમાં આગામી 9થી 11 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026