ન્યૂયોર્કમાં 4 ઈંચ સુધી બરફની ચાદર છવાઈ, તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી

December 16, 2025

અમેરિકાના ન્યૂયોર્કમાં કડકડતી ઠંડી સાથે બરફવર્ષા જોવા મળી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં લગભગ ચાર ઇંચ સુધી બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે બરફવર્ષાના કારણે સમગ્ર ન્યૂયોર્ક હિમમય દ્રશ્યમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પારો માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. 

ઠંડી અને બરફવર્ષાના કારણે જનજીવન પર અસર પડી છે.  કેટલાક વિસ્તારોમાં જાહેર પરિવહન સેવાઓ પર પણ અસર જોવા મળી છે. બરફવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.