ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસ મુદ્દે સમય પર અપડેટ આપો: ભારત
January 05, 2025
દિલ્હી : ચીનમાં શ્વાસની બીમારીઓ સતત વધવાના મામલે ભારતની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ ચીનમાં પેદા થયેલી આ બીમારી પર હવે ભારત પહેલાં કરતાં વધારે સતર્ક છે. ભારતે WHO થી ચીનની સ્થિતિ વિશે સમયાંતરે જાણકારી શેર કરવા વિશે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, શનિવારે સ્વાસ્થ્ય સેવાઓા ડીજીની અધ્યક્ષતામાં એક જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક કરવામાં આવી હતી. જેમાં ચીનની લેટેસ્ટ સ્થિતિને સમજવા અને તેની સામે તૈયારીની જરૂર પર ચર્ચા કરવામાં આવી છે.
આ મિટિંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ટીગ્રેટેડ ડિઝિઝ સર્વિલન્સ પ્રોગ્રામ, નેશનલ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને એમ્સ સહિત અનેક હોસ્પિટલના એક્સપર્ટ સામેલ હતાં. નિષ્ણાંતોએ આ વિશે સમંતિ આપી કે, હાજર ફ્લૂની સિઝનને જોતા શ્વાસ સંબંધિત બીમારીના કેસ વધવા સામાન્ય નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેના કારણે ઇન્ફ્લુએન્ઝા વાઈરસ, આરએસવી અને એતએમપીવી થઈ શકે છે. જે આ સિઝનમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત સહિત આખી દુનિયામાં આ વખતે આવા વાયરલ સંક્રમણ ફેલાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સરકાર તમામ માધ્યમોથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને WHO ને ચીનની સ્થિતિ પર સમયાંતરે જાણકારી શેર કરવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ચીનની હોસ્પિટલના ઘણાં વીડિયો સામે આવ્યા હતાં, જેમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ સ્થિતિ ચીનમાં એચએમપીવી દ્વારા સંક્રમણ ફેલાવવાના કારણે પેદા થઈ છે. સ્વાસ્થ્ય સેવાઓના ડીજી અતુલ ગોયલે કહ્યું કે, ચીનમાં એચએમપીવીના અચાનક ફેલાવવાથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. આવા કેસને ગંભીર જણાવવામાં આવી રહ્યા છે. એચએમપીવી એક સામાન્ય શ્વસન સંબંધિત વાઈરસ છે. જેનાથી શરદી જેવી સમસ્યા થાય છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026