અમેરિકાની કાર્યવાહી, ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપની પર પ્રતિબંધ મૂક્યો
October 13, 2024
મલેશિયા : ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા મિસાઈલ હુમલાના વિરોધમાં હવે અમેરિકા એક્શન મોડમાં છે. તેણે એક ડઝન જેટલી કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ એવી કંપનીઓ છે જે ઈરાન સાથે ઓઈલનો બિઝનેસ કરે છે. તેમાં એક ભારતીય કંપની પણ સામેલ છે જેના પર અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય કંપની ગબ્બારો શિપ સર્વિસીઝ તેના ટેન્કર હોર્નેટ દ્વારા એશિયન દેશોને ઈરાની ઓઈલ સપ્લાય કરે છે. આ ટેન્કર ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતા કથિત 'ભૂતિયા કાફલા'નો એક ભાગ છે. ઈરાનના ઓઈલ બિઝનેસ સાથે જોડાયેલી દુનિયાભરની લગભગ એક ડઝન કંપનીઓ અમેરિકાના તાજેતરના પ્રતિબંધોના ઘેરામાં આવી ગઈ છે. આ કંપનીઓ ખાસ તો UAE, મલેશિયા, હોંગકોંગ અને સુરીનામ દેશની છે. પ્રતિબંધ હેઠળ, આ કંપનીઓ અમેરિકન અર્થતંત્રમાં કામ નહીં કરી શકે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું છે કે ઈરાનનો હુમલો ઈઝરાયેલના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર તેલ અવીવને નિશાન બનાવી કરાયો હતો. જેના કારણે હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોત. તેથી સામાન્ય લોકોને નિશાન બનાવતી કાર્યવાહીનો વિરોધ કરવો જરૂરી છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો પણ ભય છે. જો આમ થશે તો ભારતની સાથે મધ્ય પૂર્વ પર પણ તેની ખરાબ અસર પડશે. ભારત અને ઈરાન વચ્ચેના વેપાર સંબંધો ઘણા જૂના છે. ભારત બાસમતી ચોખા અને ચા પત્તીની મોટાપાયે ઈરાનને નિકાસ કરે છે. ભારત ઈરાન પાસેથી સૂર્યમુખી તેલની આયાત કરે છે.
Related Articles
ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે IMAએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, મેડિકલ ગાઈડન્સ મળશે
ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો...
Mar 03, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ અટેક! તેહરાન અને બેરૂતમાં હાહાકાર
મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ અટેક! તે...
Mar 03, 2026
રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો, સાઉદી અરબે ચાર પ્રોજેક્ટાઈલને તોડી પાડ્યાનો દાવો
રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો,...
Mar 03, 2026
'જહાજોમાં આગ લગાવી દઇશું', ઈરાનની ખુલ્લી ધમકીથી ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી
'જહાજોમાં આગ લગાવી દઇશું', ઈરાનની ખુલ્લી...
Mar 03, 2026
નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ હુમલાનો દાવો, અબુ ધાબીમાં 9 માર્ચ સુધી મંદિર બંધ, ઈરાનના પરમાણુ ઠેકાણે હુમલો!
નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ હુમલાનો દાવો,...
Mar 02, 2026
સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની 'અરામકો' પર ડ્રોન એટેક, ઈરાનના હુમલાથી હાહાકાર
સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની 'અ...
Mar 02, 2026
Trending NEWS
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026