વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ: પાંચેય દોષિતોને આજીવન કેદ, નવરાત્રિમાં સગીરા પર ગુજાર્યો હતો અત્યાચાર
August 31, 2026
વડોદરા : રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ તમામ 5 દોષિતોને કોર્ટ દોષિત ઠેરવ્યા હતા. જોકે તેમને કેટલી સજા કરવી તે અંગે 25 ઓગસ્ટે કોર્ટમાં બંને પક્ષની આખરી દલીલો સાંભળવામાં આવી હતી. હવે આજે તેમની સજા પર ચુકાદો આપી દેવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મના કેસમાં એક સાથે પાંચ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા થઈ હોય તેવો આ વડોદરાનો પહેલો બનાવ છે.
આ સાથે કોર્ટે પીડિતાને 10 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સ્ત્રી સમાજનો મહત્ત્વનો ભાગ છે. આ ઘટનાને હળવાશથી ના લઇ શકાય. સરકાર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવે છે ત્યારે આવી ઘટના નીચલી કક્ષાનું કૃત્ય ગણાય. કોર્ટે આ સાથે તમામ આરોપીઓને પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
કોર્ટે કહ્યું કે સરકારે અને અમે પીડિતાનું દુઃખ અમે ગંભીરતાથી લીધું છે. આ મામલે સરકારે પીડિતાનો કેસ જોવા ત્રણ સરકારી વકીલો નીમ્યા હતા. નવરાત્રિના બીજા જ નોરતે બનેલી આ ઘટના અમાનુષિ હતી. આ કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવાઓની પણ મદદ લેવાઈ હતી.
આ ચકચારી ઘટના 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી અવાવરું જગ્યાએ બેઠી હતી. દરમિયાન બે મોટરસાઇકલ પર પાંચેેય નરાધમ ત્યાં આવી પહોંચ્યા હતા.
દોષિતોએ સગીરાના મિત્રને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ત્રણ દોષિતોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તેમણે સગીરાના મિત્રની હાજરીમાં જ આ કૃત્ય આચર્યું હતું. બાદમાં સગીરાના મિત્રનો મોબાઇલ ફોન લૂંટી દોષિતો ફરાર થઈ ગયા હતા, જેથી તે તાત્કાલિક મદદ માગી ન શકે.
Related Articles
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પ...
Aug 30, 2026
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજના નામે ભાજપમાં ઘમાસાણ
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજન...
Aug 30, 2026
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ:...
Aug 25, 2026
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
Trending NEWS
30 August, 2026
30 August, 2026
30 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026