વડોદરા: ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ
April 15, 2026
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. રહેણાંક ઇમારત હોવાથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.
સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પ્રથમ પ્રાથમિકતા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ બચાવવાની અને આગને વધુ પ્રસરાતી અટકાવવાની છે. પોલીસ કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
Related Articles
પરમ મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ દર્દનાક રીતે જીવનનો અંત આણ્યો
પરમ મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બ...
Jun 13, 2026
અમદાવાદમાં AI 171 પ્લેન ક્રેશ કેસ : તપાસ હજુ પણ ચાલુ હોવાનું સરકારનું રટણ
અમદાવાદમાં AI 171 પ્લેન ક્રેશ કેસ : તપાસ...
Jun 12, 2026
ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બ...
Jun 12, 2026
'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી
'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો.....
Jun 12, 2026
અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કોલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણચીસો...
અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ ક...
Jun 11, 2026
નવી ઔદ્યોગિક નીતિમાં અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનશે, રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ અને વિશેષ લાભો મળશે
નવી ઔદ્યોગિક નીતિમાં અલ્ટ્રા મેગા ઉદ્યોગ...
Jun 10, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
11 June, 2026
11 June, 2026
11 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026