વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર જાહેર
February 07, 2025

વડોદરા : વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ આદેશ કરતા વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 તથા બે શિક્ષકોને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.
હરણી બોટ કાંડ અંગે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિતના નેતાઓએ વારંવાર રજૂઆતો કરી હતી. તેમણે કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે. આ ઘટનાના એક વર્ષ પછી તપાસ કરતાં અધિકારીને લાગ્યું હતું કે, ફરિયાદી જ આરોપી છે, જેથી કોર્પોરેશનના અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ. 5000 કપાત કરવાનો કમિશનર હુકમ કર્યો. આ હુકમ પછી અનેક લોકોએ ઉગ્ર માગ કરતા કહ્યું હતું કે, કમિશનરના હુકમ પરથી જ સાબિત થાય છે કે આ પ્રકરણમાં રાજેશ ચૌહાણ દોષિત છે. જેથી મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે વધારાની પોલીસ ફરિયાદ કરવી જોઈએ. રાજેશ ચૌહાણ ઉપરાંત ફ્યુચરિસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઇજનેર સહિત તમામ અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ. કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી, પરંતુ તેઓ તેના બદલે મોટર બોટ ચલાવતા હતા.
Related Articles
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક...
Mar 08, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

10 March, 2025

10 March, 2025