વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી

April 13, 2025

વડોદરા- અંબિકા મીલની ચાલીમાં પુરતા પ્રમાણામાં પાણી આવતું નથી, અને જે આવે છે તે પીળાશ પડતું અને દુર્ગંધ મારતું આવતું હોવાનો આક્ષેપ છે. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.જેના કારણે  ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.