Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મણિપુરમાં ફરી હિંસાનો દોર, ઉપદ્રવીઓએ સુરક્ષાદળો પર બોમ્બમારા બાદ કર્યો અંધાધૂંધ ગોળીબાર

November 11, 2024

મણિપુરના પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં લમલાઈ વિધાનસભા મતવિસ્તારના કેટલાક ભાગોમાં પહાડીઓમાંથી કેટલાક લોકોએ બંદૂક અને બોમ્બ વડે ગ્રામીણો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા. ત્યારથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે સનાસાબી, સબુંગખોક ખુનાઉ અને થમનાપોકપીમાં ભીષણ ગોળીબાર થયો. મણિપુરમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેના, બીએસએફ અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સનસાબીના નીચલા વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાંથી ગોળીબારના કારણે ખેડૂતો તેમના ખેતરોની સંભાળ રાખવામાં અસમર્થ છે. આથી હજુ પણ આસપાસના ગામોમાં તણાવની સ્થિતિ છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. શનિવારે બિષ્ણુપુર જિલ્લાના સેટન વિસ્તારમાં ઉપદ્રવીઓની ગોળીબારી વખતે ખેતરમાં કામ કરતી એક મહિલા મૃત્યુ પામી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્તારમાં તૈનાત કેન્દ્રીય દળો આવા હુમલાઓને રોકવા માટે પગલાં લઈ રહ્યાં નથી.