ફૂટબોલ મેચમાં હિંસા ભડકી, બે ટીમના ફેન્સ બાખડ્યાં, પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં 100થી વધુનાં મોત

December 02, 2024

પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ. જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ આ ઘટનાને લઈને જણાવ્યું કે 'રવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોની વચ્ચે અથડામણમાં ડઝન લોકો માર્યા ગયા છે. એક ડોક્ટરે નામ ન છાપવાની શરત પર જણાવ્યું, 'હોસ્પિટલમાં જ્યાં સુધી એક નજર જઈ રહી છે ત્યાં સુધી મૃતદેહોની લાઈન લાગેલી છે. ઘણા મૃતદેહ જમીન પર પડેલા છે, શબઘર ભરેલા છે.'

સોશિયલ મીડિયા પર આ હિંસાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરા-તફરીનો માહોલ નજર આવી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ એનજેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાડી દીધી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ, 'હિંસા મેચ રેફરીની તરફથી એક વિવાદિત નિર્ણય આપ્યા બાદ શરૂ થઈ. તે બાદ ચાહકો ભડકી ગયા અને પછી ખૂબ હિંસા ભડકી.' સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતો.