Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ

May 05, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ આસનસોલમાં હિંસાની ઘટના સામે આવી છે. અહીં તૃણમૂલ કોંગ્રેસની બે ઓફિસમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં આગ લગાવી દેવામાં આવી હતી. આસનસોલના સાલાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ TMC ઓફિસ પર હુમલો કરીને આગ લગાવાઈ હોવાની માહિતી મળી છે. પરિણામો બાદ ફાટી નીકળેલી આ હિંસાને પગલે સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સળગતી ઓફિસો પર કાબૂ મેળવવાની કોશિશ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ હુમલા પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

વિસ્તારમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. હિંસાની આ ઘટનામાં થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.